દાહોદ જિલ્લા શિક્ષણક્ષેત્રમાં કાર્યરત કેળવણીકાર તેમજ ભાજપ જિલ્લા મહામંત્રી નરેન્દ્રભાઈ સોની એક અખબારી નિવેદનમાં જણાવે છે કે કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં વિદ્યાર્થીઓ ને પ્રત્યક્ષ શિક્ષણ મળ્યું નથી પણ ઓનલાઈન શિક્ષણ મળેલ અને ઘણા વાલીઓ , બાળકો કોરોનાનો ભોગ બન્યા છે તેવા સમયે સંપૂર્ણ શિક્ષણ પૂરું થયેલ નથી જેના કારણે લાખો વિદ્યાર્થીઓ તણાવમા હતા અને આવા સમયે પરીક્ષાઓ લેવી એ કોરોના વિસ્ફોટને આમનતરવા બરોબર હોત આવા સમયે વિદ્યાર્થીઓના વ્યાપક આરોગ્ય હિતમાં ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા *ધોરણ-૧૨ ની આ વર્ષે યોજાનારી પરીક્ષાઓ રદ કરવાના નિર્ણય આવકાર દાયક છે.
પ્રધાનમંત્રીશ્રીએ ધોરણ-૧૨ ની CBSE બોર્ડ પરીક્ષા રદ કરવા લીધેલા નિર્ણયના સમર્થનમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો તેને ભાજપ દાહોદ જિલ્લો તેમજ દાહોદ શિક્ષણ જગત આવકારે છે.
ખબર 24 એક્સપ્રેસ ગુજરાત બીયુરોચીફ નાગેશ્વર સેન દાહોદ
Follow us :