દાહોદ ગુજરાત
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત દાહોદ જિલ્લા માં આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા સરકારના દરેક વિભાગ સાથે સંકલન કરવામાં આવે છે અને દાહોદ જિલ્લાને કુપોષણ મુકત કરવા માટે જિલ્લા પોગ્રામ અધિકારીશ્રી સતત પ્રયત્નશીલ રહી દાહોદ જિલ્લાની દરેક આંગણવાડીમાં સ્વછતા જળવાઈ, આંગણવાડી કેન્દ્રની જાળવણી, દરેક લાભાર્થીઓને લાભ મળે, મહામારી દરમિયાન કોઈ લાભાર્થી લાભથી વંચિત ના રહે જેવી દરેક બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
દાહોદ જિલ્લામાં મહામારીના સમય દરમિયાન જયારે બાળકોને આંગણવાડી કેન્દ્રોમાં બોલાવવામાં નથી આવતા ત્યારે આઈ. સી. ડી. એસ. શાખા દાહોદ દ્વારા મનારેગા સાથે સંકલન કરી કુલ ૨૦૨ આંગણવાડી કેન્દ્રોનું આયોજન કરવામાં આવેલ છે. જે પૈકી કુલ ૧૧૧ આંગણવાડી કેન્દ્રો નવા બનાવવામાં આવ્યા છે અને ૭૧ આંગણવાડી કેન્દ્રોમાં કામ પ્રગતિમાં છે તથા ૨૦ કેન્દ્રોનું કામ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવનાર છે.
જે અંતર્ગત દાહોદ તાલુકાનું છાપરી – ૧ નંદઘરનું માન. કલેકટરશ્રી વિજય ખરડીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં જિલ્લા પ્લાનિંગ અધિકારીશ્રી કે. એસ. ગલાત, ડી.આર.ડી.એ ડાયરેક્ટશ્રી સી. ડી. બલાત તેમજ જિલ્લા પોગ્રામ અધિકારીશ્રી આઈ.સી.ડી.એસ. ડૉ કે. એલ. ગોસાઈ ઉપસ્થિત રહી લાભાર્થીઓ જોડે પોષણ અંગે ચર્ચા કરી હતી. આ વેળાએ ડો. નિરજ તિવારી, સંશોધન અધિકારી શ્રી સંદીપ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત દત્તક આપવામાં આવેલ બાળકોના પોષણ અંગે હેલ્થ વિભાગના કર્મચારીઓની હાજરી માં સમીક્ષા કરવામાં આવી. કુપોષિત બાળકોનું સતત મૂલ્યાંકન થતું રહે તે માટે કલેકટરશ્રી દ્વારા આઈ.સી.ડી.એસ અને હેલ્થ વિભાગને સુચન કરવામાં આવ્યું હતું.
૦૦
ખબર 24 એક્સપ્રેસ
નાગેશ્વર સેન ગુજરાત બીયુરોચીફ
દાહોદ