Breaking News
BigRoz Big Roz
Home / Breaking News / પરિવારથી વિખૂટી પડેલી તેલંગાણાની મહિલાને પરિજનો સાથે મેળાપ કરી આપતું દાહોદનું સખી વન સ્ટોપ સેન્ટર

પરિવારથી વિખૂટી પડેલી તેલંગાણાની મહિલાને પરિજનો સાથે મેળાપ કરી આપતું દાહોદનું સખી વન સ્ટોપ સેન્ટર

દાહોદના સખી વન સ્ટોપ સેન્ટરે તાજેતરમાં જ એક માનસિક અસ્વસ્થ મહિલા જે પોતાના પરિવારથી વિખૂટી પડીને ખોવાઇ હતી તેને છેક તેલંગાણા ખાતેના પોતાના વતન પહોંચતી કરી છે. આ મહિલાના પરિવારજનો છેલ્લા એક વર્ષથી તેની શોધખોળ કરી રહ્યાં હતા. આ માટે સખી વનસ્ટોપ સેન્ટર તેમજ મહિલા પોલીસ સ્ટાફ પણ આ મહિલાના વતનની ભાળ મેળવવા તેલંગાણા ગયો હતો. અને ત્યાંના સખી વન સ્ટોપ સેન્ટર તેમજ સ્થાનિક પોલીસની મદદ લઇને મહિલાને તેના સગાંસંબધીઓ સાથે મેળાપ કરાવવામાં સફળતા મેળવી હતી. દાહોદ ખાતેના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આ માટે ૧૧ દિવસ સુધી આ મહિલાને આશ્રય આપીને તેલુગુ ભાષા જાણકારને સાથે રાખીને તેનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું.

તેલંગાણાની આ ૪૨ વર્ષીય મહિલા રૂરલ રાબડાલ પોલીસ સ્ટેશન દાહોદ વિસ્તારના કાળીતળાઈ ગામના બસસ્ટેશન પાસે મળી આવી હતી. તેઓ માનસિક રીતે અસ્વસ્થ જણાતા હોય તેમજ રાજ્ય બહારના હોવાનું જણાતા રાબડાલ રૂરલ પોલીસ દ્વારા “સખી” વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે મહિલાને આશ્રય માટે લાવવામાં આવ્યા હતા. આ મહિલાનું કેન્દ્ર સંચાલક સંધ્યાબેન અને નજમાંબેન દ્વારા કાઉન્સેલીંગ કરતાં તેઓ તેલગુ ભાષા જાણતા હોવાનું જણાઈ આવતા વેસ્ટર્ન રેલ્વે દાહોદના કર્મચારી નીતુ બોસની મદદથી મહિલાનું કાઉન્સેલિંગ કરતાં તેઓ આંધ્રપ્રદેશ તેલંગાણાના નિજામબાદમાં આવેલા અંતરિયાળ ગામના હોવાનું જણાયું હતું.

ત્યાર બાદ “સખી” વન સ્ટોપ સેન્ટર દાહોદ દ્વારા, નિજામાબાદ સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કરી મહિલા વિશે માહિતી આપી હતી. આ મહિલા પોતાના વતન જવા માટે ઘણું ચિંતિત હોય સખી વન સ્ટોપ સેન્ટરે કલેક્ટરશ્રીની મંજૂરી મેળવી મહિલા પોલીસકર્મીઓ તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફને સાથે લઇને તેલંગણા ગયો હતો. જયાં નિજામાબાદના સખી વન સ્ટોપ સેન્ટર તેમજ સ્થાનિક પોલીસની મદદથી મહિલાનું તેના પરિવારજનો સાથે સુખદ મેળાપ કરી આપ્યો હતો. આ મહિલાના ચાર બાળકો છે તેમજ તેમના પતિ પણ તેમની શોધ કરી રહ્યાં હતા.
૦૦૦
ખબર 24 એક્સપ્રેસ
નાગેશ્વર સેન દાહોદ
ગુજરાત બીયુરોચીફ
7046059323


Discover more from Khabar 24 Express | India's Leading Hindi News Network

Subscribe to get the latest posts sent to your email.

Check Also

बुलंदशहर में मुकेश हत्याकांड के दो शूटर पुलिस मुठभेड़ में गिरफ्तार, गोली लगने के बाद अस्पताल में भर्ती

बुलंदशहर में मुकेश हत्याकांड के दो शूटर पुलिस मुठभेड़ में गिरफ्तार, गोली लगने के बाद अस्पताल में भर्ती

Leave a Reply

Discover more from Khabar 24 Express | India's Leading Hindi News Network

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading