દાહોદ ગુજરાત
અખિલ ભારતીય સોની સમાજના નેજા હેઠળ સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષપણામાં સોની સંમેલન યોજાશે. જેમાં સમસ્ત ભારત સહિત ગુજરાત રાજ્યના સોની સમાજના રાજકીય, સેવાકીય અને સામાજિક આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓને સન્માનિત કરવામાં આવનાર છે. દાહોદ જિલ્લામાંથી ભાજપના મહામંત્રી તરીકે રિપીટ થવા બદલ નરેન્દ્રભાઇ સોનીનું અતિથિ વિશેષ તરીકે સન્માન કરવામાં આવશે.
સુરતના વેડ રોડ કેશવ ફાર્મ ખાતે આગામી ૭ તારીખના રોજ અખિલ ભારતીય સોની સમાજની
એકતાની શક્તિ પ્રદર્શન કરી સમાજને નવી રાહ ચીંધશે. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના વરદ હસ્તે સન્માન સમારોહ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઈ સોની, દાહોદથી હર્ષવર્ધનભાઈ સોની, નિકુંજભાઈ સોની, અશોકભાઈ સોની, સુમનભાઈ સોની, ગરબાડાથી આશિષભાઈ સોની, દેવગઢબારિયાથી રાજુભાઇ સોની સહિતના અગ્રણીઓનું રાજકીય, સામાજિક અને સેવાકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ સન્માનિત કરાશે. આ સન્માન સમારોહ પ્રસંગે સમસ્ત ભારતીય સોની સમાજને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા હાકલ કરવામાં આવી છે.
ખબર 24 એક્સપ્રેસ
નાગેશ્વર સેન દાહોદ
ગુજરાત બીયુરોચીફ
7046059323