અત્યારે દેશભરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રેરિત ટિકા મહોત્સવ ચાલી રહ્યો છે. ૪૫ કે તેથી વધુ ઉંમરના તમામ નાગરિકો કોરોનાની વેક્સિન લઇ લે અને કોરોના સામે સુરક્ષાકવચ મળે તે માટે આગામી તા. ૧૪ એપ્રીલ સુધી આ મહોત્સવ ચાલશે. દાહોદ જિલ્લામાં પણ ૧૨૧ સ્થળો પર વેક્સિન લેવા માટેની સગવડ કરવામાં આવી છે.
ત્યારે જિલ્લાના નાગરિકો આ વેક્સિનેશન કેમ્પનો લાભ લે અને સરકારના ટિકા મહોત્સવમાં સહયોગ કરે. આજે દાહોદના લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી.એમ. મકવાણાનો કોવીડ વેક્સિન અંગેનો અનુભવ જાણીશું.
પીએસઆઇ શ્રી મકવાણાએ વેક્સિનના બંને ડોઝ નિયત સમયગાળામાં લીધા છે. તેઓ જણાવે છે કે, મેં વેક્સિનના બંને ડોઝ લીધા છે. વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે. આ વેક્સિનથી મને કોઇ આડઅસર થઇ નથી. દાહોદના નાગરિકોને જણાવવાનું કે તેઓ પણ જેમનો વારો આવતો હોય તેઓ સત્વરે વેક્સિન લઇ લે. કોરોનાની બીજી લહેરમાં જયારે મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઇ રહ્યાં છે ત્યારે વેક્સિન લઇને કોરોના સામે સુરક્ષિત થઇ જઇએ.
૦૦૦,
ખબર 24 એક્સપ્રેસ, નાગેશ્વર સેન દાહોદ, ગુજરાત બીયુરોચીફ 7046059323
Follow us :