આજરોજ લીમડી ખાતે શ્રીસુભાષચંદ્ર બોઝની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી. લીંમડીની સ્વામી વિવેકાનંદ વિદ્યાલય અને ધી ન્યુ એચીવર પ્રિસાયન્સ સ્કૂલ ના સયુંકત ઉપક્રમે લીમડી નગરમાં આવેલ શ્રીસુભાષચંદ્ર બોઝજી ની જન્મજયંતિની ઉજવણી સવારે શાળાના વિદ્યાર્થીઓ , શિક્ષકો અને શાળાના પ્રમુખ નરેન્દ્રભાઈ સોની , જયંતીભાઈ પરમાર, બાબુભાઇ ભુરિયા ની ઉપસ્થિતિમાં શ્રી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને સાફ સફાઈ કરી , ત્યારબાદ શ્રીસુભાષ જીની પ્રતિમા ને માલ્યાર્પણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે નરેન્દ્ર ભાઈ સોની એ જણાવ્યું હતું કે શ્રીસુભાષચંદ્ર બોઝની 100મી જન્મજયંતી નિમિત્તે ગુજરાતભરમાં માત્ર લીમડી અને કચ્છના માંડવી ખાતે તેમની પ્રતિમા મૂકવામાં આવી હતી તે સમયે લીમડીમાં ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો , આ પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત દેશ આઝાદ થયો ત્યારે સરદાર પટેલની સાથે સાથે દેશને શ્રીસુભાષચંદ્ર બોઝનું નેતૃત્વ પ્રાપ્ત થયું હોત તો આજે વિશ્વમાં ભારતનો નકશો કઈ અલગ પ્રકારનો હોત અને વિશ્વમાં ભારતની છાપ અને દેશની આજે જે પ્રગતી-ઉન્નતિ છે એના કરતાં પણ ઘણી સારી હોત , ખરેખર સરદાર પટેલ ની સાથે સુભાષચંદ્ર બોઝના નેતૃત્વની ખૂબ જરૂર હતી .
આ પ્રસંગે જયંતીભાઈ પરમાર બાબુભાઈ ભુરીયા પ્રિતેશભાઈ પટેલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ખબર 24 એક્સપ્રેસ
નાગેશ્વર સેન દાહોદ
ગુજરાત બીયુરોચીફ
7046059323