કલેક્ટર શ્રી વિજય ખરાડીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરાઇ
૦૦૦
દાહોદ, તા. ૧૦ : આગામી ૧૫ ઓગષ્ટે દેશને આઝાદી મેળવ્યે ૭૫ વર્ષ પૂરા થશે. આ નિમિત્તે સમગ્ર દેશમાં ૭૫ સપ્તાહ પૂર્વેથી એટલે કે આગામી ૧૨ માર્ચથી આઝાદીનો અમૃત મહોત્સવ નામથી વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ કરવામાં આવશે. જે દિવસે ઐતિહાસિક દાંડીકૂચની ૯૧મી વર્ષગાંઠ પણ છે. દાહોદ જિલ્લામાં પણ આઝાદીના અમૃત મહોત્સવનો પ્રારંભ આગામી ૧૨ માર્ચથી દાહોદ અને ઝાલોદ ખાતે મુખ્ય કાર્યક્રમો યોજીને કરવામાં આવશે.
જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે કલેક્ટર શ્રી વિજય ખરાડીની અધ્યક્ષતામાં બેઠક યોજીને આઝાદીના અમૃત મહોત્સવના કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. આ કાર્યક્રમો રાજયકક્ષાના મંત્રી શ્રી બચુભાઇ ખાબડ તેમજ સંસદસભ્ય શ્રી જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં દાહોદ અને ઝાલોદ ખાતે યોજાશે. આ ઉપરાંત વિવિધ કાર્યક્રમોમાં સાયકલ રેલી, બાઇક રેલી – પાણી બચાવો, અનાજ બચાવો, વધુ વૃક્ષો વાવો થીમ
પર યોજાશે. આ ઉપરાંત વચ્યુઅલ ઇવેન્ટ ઓન મેડ ઇન ઇન્ડિંયા, વોકલ ફોર લોકલ, સ્ટાર્ટ અપ ચેલેન્જ, ઐતિહાસિક અને પ્રવાસન સ્થળોએ સ્વચ્છતા અભિયાન જેવા કાર્યક્રમો યોજવામાં આવશે.
૦૦૦
ખબર 24 એક્સપ્રેસ
નાગેશ્વર સેન દાહોદ
ગુજરાત બીયુરોચીફ
7046059323