દાહોદ જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ સોની એક અખબારી નિવેદનમાં જણાવેછે કે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનનાં પદાધિકારીઓએ સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં ટિકિટ મળતા પોતાના રાજીનામાં સંગઠનને સુપરત કર્યા હતા.
ચાલુ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત , જિલ્લા પંચાયત , નગરપાલિકા ની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ એ બનાવેલા આદર્શ નિયમો જેવા કે કોઈપણ સંગઠનાત્મક જવાબદારી નિભાવતા પદાધિકારી એ ટિકિટ મળતા પોતાના સંગઠનના પદ પરથી રાજીનામું આપવાનું રહેશે , ૬૦ વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિને ટિકિટ ન આપવી તેમજ ચૂંટણીમાં ત્રણ વખત વિજેતા થયા હોય તેવા લોકોને પણ ટિકિટના આપવાનો જે આદર્શ નિયમ બનાવ્યો તેના અનુસંધાને દાહોદ જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીના વિવિધ પદો પર જવાબદારી નિભાવતા 33 પદાધિકારીઓએ ચૂંટણીમાં ટિકિટ મળતા પોતાના સંગઠનનાં પદ પરથી રાજીનામા દાહોદ જિલ્લા પ્રમુખને મોકલી આપ્યા છે.
ખબર 24 એક્સપ્રેસ
નાગેશ્વર સેન દાહોદ
ગુજરાત બીયુરોચીફ
Follow us :