દાહોદ જિલ્લામાં કોરોના તીવ્રગતિએ વધી રહયો છે ત્યારે આજે કોવિડ 19 રસીકરણ અભિયાનના દાહોદ જિલ્લાના સહ ઇન્ચાર્જ નરેન્દ્રભાઈ સોની એ આજે લીમડી સરકારી હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી
અને રેપીડ ટેસ્ટ તેમજ રસીકરણ સેન્ટરની મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી , ત્યારબાદ અલગ અલગ વિસ્તારોમાં સંપર્ક કરી કોવિડ 19 ની રસી સત્વરે લેવા ની સમજ આપી હતી.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તા.11 થી 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકર જીના જનમદીન સુધી 4 દિવસ રસીકરણ અભિયાન ચલાવી વધુમાં વધુ લોકો આ દિવસ દરમ્યાન રસી લે તે માટેની અપીલ કરી છે ત્યારે દાહોદ જિલ્લા ભાજપના તમામ કાર્યકરો 45થી વધુ ઉંમરના લોકોનો સંપર્ક કરી આ અભિયાન ને સફળ બનાવે તે માટે લાગી જવાનું જણાવ્યું છે…
આવતીકાલથી લીમડીની તમામ સામાજિક , ધાર્મિક સંસ્થાઓ આ અભિયાન ને સફળ બનાવે તે માટે સૌનો સંપર્ક પણ કરવામાં આવશે.
વેપારીઓ તેમજ સૌ લોકો ડો ગાજ કી દુરી અને અવસય માસ્ક પહેરે અને લોકોને તેમજ પોતાના ગ્રાહકોને માસ્ક વિતરણ કરે તે માટેની અપીલ નરેન્દ્રભાઈ સોનીએ કરી છે.
ખબર 24 એક્સપ્રેસ, નાગેશ્વર સેન દાહોદ, ગુજરાત બીયુરોચીફ 7046059323