જિલ્લા સેવા સદન ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં સુશ્રી ધ્વનિ શાહ જણાવે છે કે, અત્યારે કોરોના મહામારીથી બચવાનો સૌથી અસરકારક ઉપાય હોય તો તે છે વેક્સિન. મેં કોરોનાની વેક્સિનનાં બંને ડોઝ લીધા છે. તેની કોઇ આડઅસર જણાઇ નથી.
જિલ્લાના નાગરિકોને હું અપીલ કરૂં છું કે, પોતે તેમજ પોતાના પરિવારને સુરક્ષિત કરવા માટે કોરોનાની વેક્સિન અનિવાર્ય છે. નિયત સમયમર્યાદામાં જેમનો પણ સરકારના નિયત ધોરણો મુજબ વારો આવતો હોય તે સૌ નાગરિકોએ વેળાસર આ વેક્સિનના બંને ડોઝ લઇ લેવા જોઇએ. વેક્સિનની આડઅસરો બાબતે ઘણી અફવાઓ ફેલાયેલી છે, આવી સર્વે અફવાઓ ખોટી છે. તેમને ધ્યાને લીધા વિના ઝડપથી વેક્સિન લઇને કોરોનાથી પોતાને સુરક્ષિત કરવા જોઇએ.
વિશ્વનું સૌથી મોટું કોરોના રસીકરણ અભિયાન ભારતમાં ચાલી રહ્યું છે ત્યારે આપણે નાગરિક ધર્મનું પાલન કરીને આ અભિયાનમાં સહયોગ આપીએ તે ઇચ્છનીય છે. કોરોનાને દેશવટો આપવા સત્વરે રસી લઇએ તે જરૂરી છે. અત્યારે ૪૫ કે તેથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓને પણ કોરોનાની રસી આપવામાં આવી રહી છે. ત્યારે ઘરમાં જેટલા પણ સભ્યો ૪૫ કે તેથી વધુ ઉંમરના હોય તેમને રસી લઇ લેવા પ્રોત્સાહન આપવાનું છે. તેમજ અન્ય લોકોને પણ રસી આપવા માટે પ્રેરણા આપવાની છે.
૦૦
ખબર 24 એક્સપ્રેસ નાગેશ્વર સેન દાહોદ
ગુજરાત બીયુરોચીફ
7046059323