
નાયાબ બાગાયત નિયામકશ્રીએ વેક્સિનના બંને ડોઝ લીધા છે
દાહોદના નાયબ બાગાયાત નિયામક શ્રી હિમાંશુ પારેખ જણાવે છે કે, મેં કોવીડ વેક્સિનના બંને ડોઝ લીધા છે, આ ડોઝની કોઇ પણ પ્રકારની આડઅસર થતી નથી. વૈજ્ઞાનિકોની મહેનત અને અથાક પ્રયત્નો બાદ તૈયાર કરવામાં આવેલી વિશ્વની સૌથી સુરક્ષિત વેક્સિન લેવાનું મને ગૌરવ છે. કોરોના મહામારીને મ્હાત આપવા માટે એ જરૂરી છે કે દરેક નાગરિક આ વેક્સિનેશન અભિયાનમાં પૂરતો સહયોગ આપે. આપણા દેશમાં આપણા જ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સિનમાં વિશ્વાસ રાખીને વેક્સિન લેવી એ પણ દેશભક્તિ જ છે.
સૌ કોઇ વિશ્વની સૌથી મોટા વેક્સિનેશન અભિયાનનો ભાગ બને તે માટે અપીલ કરૂં છું.
રાજય સરકાર દ્વારા વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે એ પણ જરૂરી છે કે નાગરિકો કોરોના સામેની સાવચેતીઓ ચૂકે નહિ. ઘરની બહાર નીકળો એટલે માસ્ક અવશ્ય પહેરવું જ જોઇએ. જાહેર સ્થળોએ સામાજિક અંતર રાખવું જોઇએ. વારંવાર સેનિટાઇઝરનો ઉપયોગ કરવો જોઇએ. અત્યારે જયારે કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે ભીડભાડવાળી જગ્યા કે અવસર-પ્રસંગોમાં જવાનું ટાળવું જોઇએ.
૦૦
ખબર 24 એક્સપ્રેસ,નાગેશ્વર સેન દાહોદ
ગુજરાત બીયુરોચીફ
7046059323