નરેન્દ્રભાઈ સોનીએ જન્મદિને સેવાવસ્તીમાં વેપોરાઈઝર મશીન વિતરણ કર્યા.
ભારતમાં ખાસ કરીને છેલ્લા પંદર દિવસથી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે , શહેરી વિસ્તારથી લઈને ગ્રામ્ય વિસ્તાર સુધી કોરોના ના દર્દીઓની ભરમાર જોવા મળી રહી છે ત્યારે આવા સમયે જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ સોનીએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.
હંમેશા લોકોની સેવા કરવા માટે તત્પર અને લોકડાઉન દરમિયાન પણ તેમને ખૂબ જ સુંદર સેવાકીય કાર્ય કર્યા હતા. જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ સોનીએ પોતાના જન્મદિવસે લીમડીની સેવાવસ્તીમાં નાસ-વરાળ લેવા માટેના વેપોરાઈઝ મશીનોનું વિતરણ કર્યું હતું.
આ અંગે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ , માસ્ક , સેનેટાઇઝર ના ઉપયોગની સાથે સાથે વરાળ પણ લેતા રહેવું જોઈએ. વરાળ લેવા માટે લોકોમાંજાગૃતિ આવે તે માટે તેમણે પોતાના જન્મદિવસે વેપોરાઈઝ મશીનો વિતરણ કરવાનું નક્કી કર્યું હતું .
અને તેમણે જણાવ્યું કે દિવસમાં ત્રણ વખત વેપોરાઈઝ મશીન દ્વારા વરાળ લેવાનો આગ્રહ કરી , મશીનો ફળિયામાં તેમજ આજુબાજુમાં અને જરૂરિયાત મંદ હોય તેમને ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી.
આમ વેપોરાઇઝર મશીનો નું વિતરણ કરી પોતાનો જન્મદિવસ અને લોક ઉપયોગી કાર્ય કરીને મનાવ્યો હતો જે જિલ્લામાં અનુકરણીય બની રહેશે એવું લાગે છે.
ખબર 24 એક્સપ્રેસ, નાગેશ્વર સેન દાહોદ, ગુજરાત બીયુરોચીફ 7046059323